શાહરૂખ ખાન (Shah Rukh Khan)સાથે અમેરિકાના લૉસ ઍન્જલસમાં શૂટિંગ દરમિયાન એક મોટી ઘટના ઘટી છે.
શાહરુખ ખાન
શાહરૂખ ખાન (Shah Rukh Khan)સાથે અમેરિકાના લૉસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન એક મોટી ઘટના ઘટી છે. લોસ એન્જલસમાં શાહરુખ ખાનનો અકસ્માત (Shah rukh khan accident)થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ પછી તેણે ત્યાં સર્જરી પણ કરાવવી પડી હતી. શાહરૂખના નાકમાં ઈજાના કારણે લોહી વહેવા લાગ્યું, ત્યારબાદ તેનું નાનું ઓપરેશન કરવું પડ્યું.
શાહરૂખ ખાનની સર્જરી
ADVERTISEMENT
ETimes એ સૂત્રોને ટાંકીને લખ્યું છે શાહરૂખ ખાન(Shah rukh khan accident) લૉસ એન્જલસમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો, જ્યાં તેને નાકમાં ઈજા થઈ હતી. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતં. ત્યા બાદ તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેમની ટીમને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. રક્તસ્રાવ રોકવા માટે નાની સર્જરીની જરૂર પડશે. ઓપરેશન બાદ શાહરૂખના નાક પર પટ્ટી દેખાતી હતી. શાહરૂખ (Shah Rukh Khan) હવે ભારત પરત ફર્યો છે અને આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.
શાહરૂખનનો પ્રોફેશનલ ફ્રન્ટ
શાહરૂખ (Shah Rukh Khan)ના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ પઠાણે બધે જ ધૂમ મચાવી છે. વિશ્વભરમાં આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ `જવાન`ની રાહ જોઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર આ મહિને રિલીઝ થશે. ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ થઈ શકે છે. ટ્રેલર ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલઃ ડેડ રેકનીંગ સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે.
શાહરૂખ ખાન (Shah Rukh Khan) અભિનીત આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. તેનું નિર્માણ શાહરુખની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની `ડંકી` પણ છે, જેમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ છે.
નોંધનીય છે કે શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે કામ કરશે એવી ચર્ચા પણ હતી. શાહરુખ ખાન અને સુહાના ખાન એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મનું પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થાય એવી ચર્ચા છે. આ ફિલ્મને શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. સુહાના ભલે ‘ધ આર્ચીઝ’ દ્વારા ડેબ્યુ કરી રહી હોય, પરંતુ તેનો થિયેટ્રિકલ ડેબ્યુ તેના પપ્પા સાથે થશે. શાહરુખની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બાદ તેની ‘જવાન’ અને ‘ડંકી’ પર સૌની નજર છે. સુહાના સાથેની ફિલ્મનું શાહરુખનું પાત્ર એકદમ સીક્રેટ રાખવામાં આવ્યું છે.