આ ઇવેન્ટમાં શાહરુખે દીકરાની બ્રૅન્ડનાં કપડાં પહેર્યાં હતાં
શાહરુખ ખાન
દીકરા આર્યનની લક્ઝરી સ્ટ્રીટવેઅર બ્રૅન્ડ D`YAVOLની દુબઈમાં યોજાયેલી લૉન્ચ-ઇવેન્ટમાં શાહરુખ ખાન છવાઈ ગયો હતો. રવિવારે યોજાયેલી આ ઇવેન્ટમાં શાહરુખે દીકરાની બ્રૅન્ડનાં કપડાં પહેર્યાં હતાં, માથે કૅપ પહેરી હતી અને તે અનોખા સૉલ્ટ ઍન્ડ પેપર લુકમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
શાહરુખે આ ઇવેન્ટમાં ‘ઝૂમે જો પઠાન...’ ગીત પર ડાન્સ કરીને સૌને ડોલાવી દીધા હતા એટલું જ નહીં, સાસુ સવિતા છિબ્બર અને દીકરી સુહાના સાથે ડાન્સ કરીને તેણે જલસો પાડી દીધો હતો.

