આ ફિલ્મમેકરોનું માનવું છે કે આર્યનમાં તેના પપ્પાની જગ્યા લઈ શકે એવો દમ છે
આર્યન ખાન
શાહરુખ ખાનનો દીકરો આર્યન તેણે ડિરેક્ટ કરેલી વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ OTTના નાના પડદે લાવવાની તૈયારીમાં છે ત્યારે બૉલીવુડના ટોચના ડિરેક્ટરો કિંગ ખાનના દીકરા સાથે બિગ બજેટ ફિલ્મ બનાવવા માટે તલપાપડ થયા છે. આ ફિલ્મમેકરોનું માનવું છે કે આર્યનમાં તેના પપ્પાની જગ્યા લઈ શકે એવો દમ છે અને તે નેક્સ્ટ બિગ થિંગ બની શકે છે. શાહરુખનાં મિત્રો આદિત્ય ચોપડા, કરણ જોહર, ફારાહ ખાન તેને આર્યનને ડિરેક્ટ કરવાની ઑફર આપી ચૂક્યાં છે. એટલું જ નહીં, રાકેશ ઓમપ્રકાશ મહેરાએ પણ એક ભવ્ય સબ્જેક્ટ સાથે શાહરુખનો સંપર્ક કર્યો છે.