કોરોનાને કારણે ભારતમાં બંધ થયેલાં થિયેટર્સમાંનાં ૨૫ થિયેટર્સ એક જ દિવસે ફરી શરૂ થઈ રહ્યાં છે
શાહરુખ ખાન (ફાઇલ તસવીર)
શાહરુખ ખાનની ‘પઠાન’ દ્વારા હવે ભારતનાં ઘણાં બંધ થઈ ગયેલાં થિયેટર્સ ફરી શરૂ થવાનાં છે. વિવિધ કારણસર ઇન્ડિયાનાં ઘણાં થિયેટર્સ બંધ થઈ ગયાં હતાં, જેમાં મોટા ભાગનાં કોરોનાને લીધે હતાં. જોકે હવે એમાંનાં ઘણાં ફરી શરૂ થવાનાં છે. શાહરુખની ‘પઠાન’ બુધવારે રિલીઝ થઈ રહી છે અને એ સાથે ઇન્ડિયાનાં લગભગ ૨૫ થિયેટર્સ એકસાથે ફરી શરૂ થવાનાં છે. આથિયેટર્સમાં ૭ થિયેટર્સ રાજસ્થાનનાં, બે મહારાષ્ટ્ર જેમાંથી એક મુંબઈ અને બે મધ્ય પ્રદેશ, એક ગોવા, એક છત્તીસગઢ, એક ઉત્તરાખંડ અને બાકીના ઉત્તર પ્રદેશમાં શરૂ થવાનાં છે. શાહરુખની આ ફિલ્મ તેની છેલ્લી રિલીઝનાં ચાર વર્ષ બાદ આવી રહી છે અને એ પણ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા ઘણાં થિયેટર્સના માલિકો ફરી તેમનો બિઝનેસ જીવંત કરવાનું વિચારી રહ્યા છે. જોકે ફિલ્મ કેવી હશે અને કેટલો બિઝનેસ કરશે એની તો હવે રિલીઝ બાદ જ ખબર પડશે.
શાહરુખ ખાને થિયેટર્સમાં ફૅનની વચ્ચે જઈને ફિલ્મ જોઈ હોય એને ઘણો સમય થયો છે, પરંતુ જો રામ ચરણ તેને સાઉથનાં થિયેટર્સમાં લઈ જશે તો તે ત્યાં જઈને પણ ફિલ્મ જોવા માગે છે.