શાહરુખ ખાનની `પઠાણ` ગઈ કાલે ટીવી પર પ્રીમિયર થઈ હતી
ફિલ્મનું પ્રીમિયર થાય એ પહેલાં શાહરુખ તેના ઘરની બહાર આવીને ચાહકોને મળ્યો હતો.
શાહરુખ ખાને હાલમાં તેના બંગલા ‘મન્નત’ની બાલ્કનીમાં તેની ફિલ્મ ‘પઠાન’ના હુક સ્ટેપ કર્યા હતા. તેની આ ફિલ્મ ગઈ કાલે ટીવી પર પ્રીમિયર થઈ હતી. ફિલ્મનું પ્રીમિયર થાય એ પહેલાં શાહરુખ તેના ઘરની બહાર આવીને ચાહકોને મળ્યો હતો. શાહરુખને જોતાં ઘણા લોકો ‘પઠાન’નો ડાન્સ કરવા માંડ્યા હતા અને તેમને જોઈને શાહરુખે પણ તેના હુક સ્ટેપ કર્યા હતા. આ ફિલ્મ હવે રશિયામાં પણ રિલીઝ થવાની છે. શાહરુખ ખાનના ઘરની બહાર સ્ટાર ગોલ્ડ દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોએ શાહરુખ ખાનના પોઝમાં પર્ફોર્મ કર્યું હતું, જે માટે ગિનેસ વર્લ્ડ રૅકૉર્ડ બનાવવામાં આવ્યો છે.