આ ફૅન એટલે ક્રિકેટર ઇરફાન પઠાનનો દીકરો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
‘પઠાન’ના શૂટિંગ વખતે શાહરુખ ખાને ઑલ્ટરનેટ દિવસે પોતાના વાળને શૅમ્પૂ લગાડવો પડતો હતો અને એ વાત તેને ગમતી નહોતી, કેમ કે તે ડેઇલી શૅમ્પૂ લગાડે છે.
શાહરુખ ખાનનો એક નાનકડો ફૅન છે. તેને શાહરુખે ‘છોટા પઠાન’ નામ આપ્યું છે. શાહરુખની ‘પઠાન’ ફિલ્મ દેશ-વિદેશમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં દેખાઈ રહ્યાં છે. આ ફૅન એટલે ક્રિકેટર ઇરફાન પઠાનનો દીકરો. શાહરુખની ‘પઠાન’નું ગીત ‘ઝૂમે જો પઠાન’ પર ઇરફાનનો દીકરો ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. એ વિડિયોને ઇરફાને શૅર કરીને શાહરુખને ટૅગ કર્યો છે. એમાં એ નાનકડો છોકરો મોબાઇલમાં ગીત સાંભળીને ડાન્સ કરી રહ્યો છે. એ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને ઇરફાન પઠાને ટ્વીટ કર્યું, ‘ખાનસા’બ, પ્લીઝ, તમારા ફૅનના લિસ્ટમાં આ ક્યુટેસ્ટ ફૅનનો ઉમેરો કરી લો.’ ઇરફાનને રિપ્લાય આપતાં શાહરુખે ટ્વીટ કર્યું, ‘યે તુમસે ઝ્યાદા ટૅલન્ટેડ નિકલા... છોટા પઠાન.’