સાઉથની સિંગર સુચિત્રા રામદુરાઈએ હાલમાં કમલ હાસન પર આરોપ મૂક્યો હતો કે તેમની બર્થ-ડે પાર્ટીમાં લોકોને કોકેન ઑફર કરવામાં આવ્યું હતું
સિંગર સુચિત્રા રામદુરાઈ
શાહરુખ ખાન અને કરણ જોહર લંડનમાં ગે પાર્ટીમાં જતા હોવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે. સાઉથની સિંગર સુચિત્રા રામદુરાઈએ હાલમાં કમલ હાસન પર આરોપ મૂક્યો હતો કે તેમની બર્થ-ડે પાર્ટીમાં લોકોને કોકેન ઑફર કરવામાં આવ્યું હતું. જોકે હવે તેણે શાહરુખ ખાન અને કરણ જોહર વિશે પણ ખતરનાક આરોપ લગાવ્યો છે. સુચિત્રાનો એક્સ-હસબન્ડ ગે હોવાનો તેણે આરોપ મૂક્યો છે. સુચિત્રાના કહેવા મુજબ કાર્તિક ઘણી વાર ગે પાર્ટીમાં શાહરુખ અને કરણને મળ્યો હતો. સુચિત્રાએ મૂકેલા આરોપમાં તેણે એવું પણ કહ્યું કે ગે સેક્સ જે દેશમાં લીગલ છે એ દેશમાં તેઓ ઘણી વાર પાર્ટી કરે છે અને ત્યાં કાર્તિક પણ તેમને મળ્યો હતો. સુચિત્રાનું એમ પણ કહેવું છે કે શાહરુખ અને કરણ ક્રૉસ ડ્રેસમાં જાય છે જેથી તેઓ પૂરી નાઇટ એન્જૉય કરી શકે.
સિંગર સુચિત્રા રામદુરાઈના એક્સ-હસબન્ડે શું કહ્યું?
સુચિત્રા રામદુરાઈના આ સ્ટેટમેન્ટ બાદ ઍક્ટર અને કૉમેડિયન એક્સ-હસબન્ડ કાર્તિક કુમારે તેને લીગલ નોટિસ મોકલી છે. ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને કાર્તિક કહે છે, ‘હું જો હોમોસેક્સ્યુઅલ હોત તો એ સ્વીકારવામાં હું શરમાયો ન હોત. દુનિયામાં હાલમાં જેટલા પ્રકારની સેક્સ્યુઅલિટી છે એમાંનો હું કોઈ પણ હોત તો હું એના પર ગર્વ કરી રહ્યો હોત. હું શરમાઈશ નહીં. મેં મારા શહેરમાં પ્રાઇડ રૅલીમાં ભાગ લીધો હોત અને હવે હું એ પણ લઈશ. દરેક પ્રકારની સેક્સુઅલિટીના લોકો પ્રાઇડ રૅલીમાં ભાગ લે છે અને એને સપોર્ટ કરે છે. એના પર ગર્વ કરો.’