Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાના સાથે ફિલ્મમાં કામ કરશે શાહરુખ?

સુહાના સાથે ફિલ્મમાં કામ કરશે શાહરુખ?

27 June, 2023 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિદ્ધાર્થ આનંદ સાથે મળીને તે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે જે તેની દીકરીની પહેલી થિયેટ્રિકલ રિલીઝ હશે

સુહાના અને શાહરુખ ખાન

સુહાના અને શાહરુખ ખાન


શાહરુખ ખાન અને સુહાના ખાન હવે એક ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મનું પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થાય એવી ચર્ચા છે. આ ફિલ્મને શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. સુહાના ભલે ​‘ધ આર્ચીઝ’ દ્વારા ડેબ્યુ કરી રહી હોય, પરંતુ તેનો થિયેટ્રિકલ ડેબ્યુ તેના પપ્પા સાથે થશે. શાહરુખની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બાદ તેની ‘જવાન’ અને ‘ડંકી’ પર સૌની નજર છે. સુહાના સાથેની ફિલ્મનું શાહરુખનું પાત્ર એકદમ સીક્રેટ રાખવામાં આવ્યું છે. શાહરુખે ‘જવાન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે બહુ જલદી ‘ડંકી’નું પણ શૂટિંગ પૂરું કરશે. જોકે તે ‘ટાઇગર વર્સસ પઠાન’નું શૂટિંગ શરૂ કરે એ પહેલાં તે કઈ ફિલ્મ કરશે એના પર સૌની નજર છે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરની આસપાસ શરૂ થાય એવી શક્યતા છે. તે આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે એ નક્કી નથી, પરંતુ શાહરુખનું પાત્ર સીક્રેટ રાખવામાં આવી રહ્યું છે. તેણે આલિયા ભટ્ટની ‘ડિયર ઝિંદગી’માં જેવું પાત્ર ભજવ્યું હતું એવું જ પાત્ર તે આ ફિલ્મમાં ભજવી રહ્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી સુહાનાની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મને ​શાહરુખ પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેને તેની દીકરી સાથે કામ કરવાની તક મળી રહી હોવાથી તે એમાં કામ પણ કરશે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2023 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK