Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Akshay Kumarનો દીકરો બૉલિવૂડમાં કરશે ડેબ્યૂ? હાલ શું કરી રહ્યો છે 20 વર્ષનો આરવ

Akshay Kumarનો દીકરો બૉલિવૂડમાં કરશે ડેબ્યૂ? હાલ શું કરી રહ્યો છે 20 વર્ષનો આરવ

Published : 24 February, 2023 12:50 PM | Modified : 24 February, 2023 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેલ્ફી એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેનો દીકરો આરવ બૉલિવૂડમાં ડેબ્યૂ કરશે કે નહીં સાથે જ તે પોતાની માને યાદ કરીને ભાવુક પણ થઈ ગયો છે.

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)


બૉલિવૂડ (Bollywood) સ્ટાર્સના સંતાનો એટલે કે સ્ટાર કિડ્સ જે તેમની જેમ જ ચર્ચામાં રહે છે. આમાંથી અનેક એક્ટિંગ જગતમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. આમાં જાન્હ્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે સહિત અનેક સ્ટાર કિડ્સ સામેલ છે. જો કે, અક્ષય કુમારે પહેલા પોતાના દીકરા આરવને પોતાના સપના ફૉલો કરવાની વાત કહી હતી, પણ હવે તેણે દીકરાના બૉલિવૂડ કરિઅર પર સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે. તો જાણો પિતાની જેમ જ આરવ પણ મોટા પડદા પર દેખાશે કે નહીં!


Akshay Kumarને પૂછવામાં આવ્યું કે શું તેમનો દીકરો આરવ (Aarav) પણ અન્ય સ્ટાર કિડ્સની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે? આ મામલે અક્ષય કુમારે જવાબ આપ્યો છે કે, તેને શોખ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ઈચ્છે છે કે તેમનો દીકરો પણ તેમના વારસાને આગળ વધારે તો અક્ષય કુમારે આજતકને કહ્યું કે `હું માત્ર ઈચ્છું છું કે તે ખુશ રહે.`



સિંગાપુર કરી રહ્યો છે સ્ટડી
આરવ વિશે જણાવીએ તો તે 20 વર્ષનો છે. તેનો જન્મ 15 સપ્ટેમ્બર 2002ના રોજ થયો હતો. તે સ્પૉર્ટ્સ એક્ટિવિટીઝમાં ખૂબ જ રસ ધાવે છે. તેનું સ્કૂલિંગ મુંબઈમાં થયું. તે સિંગાપુરમાં આગળની સ્ટડીઝ કરી રહ્યો છે. તેની નાની બહેનનું નામ નિતારા છે.


ચાર વર્ષની ઊંમરમાં માર્શલ આર્ટ
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આરવ ચાર વર્ષની ઊંમરમાં માર્શલ આર્ટ શીખી રહ્યો હતો. તેના પપ્પાને કારણે તેને આમાં રસ જાગ્યો હતો. તેણે Okinawa, Kudo અને Goju Ryu Karateમાં બ્લેક બેલ્ટ જીત્યો છે અને જૂડો નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે. જ્યારે આરવ 7 વર્ષનો હતો, ત્યારે તેને `ગ્રીન ગ્લોબ ફૉર આઉટસ્ટેન્ડિંગ કૉન્ટ્રિબ્યૂશન બાય અ ચાઈલ્ડ`નો એવૉર્ડ આપવામાં આવ્યો હતો, તે `લાઈટ અ બિલિયન લાઈવ્સ` કેમ્પેઈન હેઠળ ગામને સ્પૉન્સર કરનારો યંગેસ્ટ પર્સન હતો.

આરવ સ્ટાર કિડ હોવાને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે, અક્ષયે પોતાની બેક પર આરવના નામનું ટેટૂ કરાવ્યું છે. આરવ સાથે એક વિવાદ પણ જોડાયેલો છે. કહેવામાં આવે છે કે એકવાર તે રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને મિત્રો સાથે નશાની હાલતમાં સ્પૉટ થયો હતો. તેની સાથે સોહેલ ખાનનો દીકરો નિર્વાણ પણ હતો. આરવની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી લાડમાં તેના કાન આમળી રહ્યા હતા.


માને યાદ કરીને રડ્યો અક્ષય કુમાર
આ ઈન્ટરવ્યૂમાં જ અક્ષય કુમાર પોતાની દિવંગત મા અરુણા ભાટિયા વિશે વાત કરતા ઈમોશન થઈ ગયો. તેની માએ 8 સપ્ટેમ્બર 2021ના વિશ્વને અલવિદા કહ્યું હતું. જ્યારથી તેમને કહેવામાં આવ્યું છે તેમની માતાના નિધન બાદ તેમની કોઈપણ ફિલ્મ હિટ થઈ નથી અને તે શૂટ બાદ સીધા પોતાની માના રૂમમાં જતા હતા તો આ સાંભળીને અક્ષય કુમાર પોતાને સંભાળી શકતા નથી અને તે રડી પડે છે.

આ પણ વાંચો : વેશ્યાઓની પીડાને આટલી નજીકથી કઈ રીતે સમજે છે સંજય લીલા ભણસાલી? શું છે કનેક્શન

છેલ્લી કેટલીય ફિલ્મો થઈ ફ્લૉપ, અક્ષયનું રિએક્શન
અક્ષયની છેલ્લી કેટલીક ફિલ્મો બૉક્સ ઑફિસ પર ફેંકાઈ ગઈ છે. કેટલીક તો ઓટીટી પર પણ ચાલી નથી. જેમાં `રામ સેતુ`, `કઠપુતલી`, `રક્ષાબંધન`, `સમ્રાટ પૃથ્વીરાજ`, `બચ્ચન પાંડે` અને `અતરંગી રે` સામેલ છે. જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે બૉક્સ ઑફિસ પર તેની ફિલ્મોની ફ્લૉપ સીરિઝ જોઈને તેની મા કેવું રિએક્શન આપે તો અક્ષયે તેમના શબ્દો યાદ કર્યા અને કહ્યું, "તેમની એક ખૂબ જ ફેમસ લાઈન છે- `ફિક્ર નહીં કર પુત્તર, બાબાજી તેરે નાલ હૈં.` (ચિંતા નહીં કર દીકરા, ભગવાન તારી સાથે છે."

સિનેમાઘરોમાં રિલીઝ થઈ `સેલ્ફી`
વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ `સેલ્ફી` 24 ફેબ્રુઆરી એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આમાં ઈમરાન હાશ્મીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય નુસરત ભરૂચા પણ આ ફિલ્મમાં છે.

આ પણ વાંચો : ...તો બોની કપૂર નહીં પણ આ સાઉથ સુપરસ્ટાર હોત શ્રીદેવીના પતિ

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોનું લિસ્ટ
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો લિસ્ટમાં `હેરાફેરી 3`, `OMG 2`, `Soorarai Pottry Remake`ની હિન્દી રીમેક `Veer Daudale Saat`, `બડે઼ મિયાં છોટે મિયાં` જેવી ફિલ્મો સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2023 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK