વિદ્યુત તેના દમ પર અને તેની ઍક્શન ફિલ્મોને લઈને ખૂબ જ પ્રચલિત રહ્યો છે.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલનું કહેવું છે કે તેને ઘણી વાર સેલ્ફ-ડાઉટ થાય છે, પરંતુ એ ક્યારેય તેના કામમાં અડચણરૂપ નથી બન્યું. તેની ‘IB 71’ હાલમાં જ રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે. વિદ્યુત તેના દમ પર અને તેની ઍક્શન ફિલ્મોને લઈને ખૂબ જ પ્રચલિત રહ્યો છે. આ વિશે વાત કરતાં વિદ્યુતે કહ્યુ કે ‘હું જ્યારે પણ કંઈ નવું કરું છું પછી એ ગમે તે કેમ ન હોય, મને સેલ્ફ-ડાઉટ થાય છે. જોકે એમ છતાં હું એમાં આગળ વધું છું અને કોશિશ કરું છું. સેલ્ફ-ડાઉટ દ્વારા શરૂઆત થાય છે પરંતુ એ ક્યારેય મારા માટે અડચણરૂપ નથી બન્યું, કારણ કે જ્યારે પણ સેલ્ફ-ડાઉટ થાય ત્યારે હું વિચારું છું કે મારે એમાં વધુ સમય ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. ત્યાર બાદ એ એકદમ સરળ બની જાય છે. આ એક સતત ચાલતી પ્રોસેસ છે. મને લાગે છે કે હજી પણ હું વિદ્યુત જામવાલને નથી શોધી રહ્યો, કારણ કે પર્ફેક્ટ બનવા પાછળ ઘણો સમય જોઈએ છે. મને લાગે છે કે હું હજી ઘણો દૂર છું, પરંતુ એની નજીક પણ જઈ રહ્યો છું.’

