ફિલ્મને રિભુ દાસગુપ્તા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’ ખૂબ જ ચૅલેન્જિંગ છે. આ ફિલ્મના શૂટિંગ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘મારે એક વાત કન્ફેસ કરવી છે કે ‘સેક્શન 84’ જે પ્રકારની ફિલ્મ છે અને મારો રોલ પણ જે પ્રકારનો છે એ જોતાં એ ખૂબ જ ચૅલેન્જિંગ લાગી રહ્યું છે. દિવસના કામ પૂરું થયું હોય અને તમે ઘરે હો તો પણ ફિલ્મ દિમાગમાંથી નથી જતી. ઘણી વાતો મગજમાં અને બૉડીમાં ચાલ્યા કરતી હોય છે. દરેક ફીલ્ડની પ્રોફેશનલ વ્યક્તિ સાથે આવું થતું હોય છે. આ એક જાતનું ડિસ્ટબર્ન્સ છે.’
ફિલ્મને રિભુ દાસગુપ્તા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. તેઓ ‘તીન’ અને ‘યુદ્ધ’ બાદ ત્રીજી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ફિલ્મ હૅન્ગર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.