ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને રૉનિત રૉય પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને વર્ધન કેતકરે ડિરેક્ટ અને ભૂષણ કુમારે મુરાદ ખેતાની સાથે મળીને પ્રોડ્યુસ કરી છે
ફાઇલ તસવીર
આદિત્ય રૉય કપૂરે તેની આગામી ફિલ્મ ‘ગુમરાહ’ વિશે જણાવ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટે તેને બે કૅરૅક્ટર ભજવવામાં ખૂબ મદદ કરી છે. આ થ્રિલર ૭ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને રૉનિત રૉય પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને વર્ધન કેતકરે ડિરેક્ટ અને ભૂષણ કુમારે મુરાદ ખેતાની સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. પોતાના રોલ વિશે આદિત્ય રૉય કપૂરે કહ્યું કે ‘મારું એવું માનવું છે કે કૉસ્ચ્યુમ અને બૉડી-લૅન્ગ્વેજ ખૂબ અગત્યનાં છે. એ બન્ને પાત્રો એકબીજાથી અલગ હોવાં જરૂરી છે. એવું દેખાડવું જરૂરી હતું કે બે અલગ-અલગ કૅરૅક્ટર અલગ-અલગ જરૂરિયાત પ્રમાણે વર્તે છે અને એ જ ચૅલેન્જ હતી. એની સ્ક્રિપ્ટે મને ખૂબ મદદ કરી હતી. એનાં પાત્રો એવી રીતે લખાયાં છે કે એવું લાગે છે કે બે અલગ-અલગ વ્યક્તિ છે. એ ભજવવામાં પણ મને ખૂબ મજા આવી હતી. મને લાગે છે કે હું એમને ખૂબ મિસ કરીશ.’