તે કાશ્મીરમાં તેની આગામી ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગ માટે પહોંચ્યો હતો. ફિલ્મનું ગીત ત્યાં શૂટ કરવામાં આવ્યું છે
શાહરૂખ ખાન
શાહરુખ ખાન સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. તે કાશ્મીરમાં તેની આગામી ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગ માટે પહોંચ્યો હતો. ફિલ્મનું ગીત ત્યાં શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. શૂટિંગ પૂરું કરીને તે જ્યારે મુંબઈ આવવા નીકળ્યો ત્યારે શ્રીનગર ઍરપોર્ટ પર લોકોએ તેને ઘેરી લીધો હતો. લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આતુર હતા. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકો પોતાના મોબાઇલમાં વિડિયો લઈ રહ્યા હતા અને એ બધા વચ્ચે શાહરુખે ગિરદીમાં ચાહકોના ધક્કા પણ ખાવા પડ્યા હતા. જોકે એ દરમ્યાન સિક્યૉરિટીએ લોકોને શાહરુખથી દૂર કર્યા હતા. મુંબઈ ઍરપોર્ટ પર આવીને તેની રાહ જોઈ રહેલા મીડિયાને તેણે પોઝ પણ ન આપ્યો અને તરત પોતાની કારમાં બેસીને ચાલ્યો ગયો હતો.