રામ કપૂરે તેની વાઇફ ગૌતમી કપૂરથી બચવા માટે શાહરુખ ખાન પાસે મદદ માગી છે. એનું કારણ પણ શાહરુખ જ છે. વાત એમ છે કે ગૌતમીએ શાહરુખની ‘જવાન’ જોઈ અને ઘરે આવીને ડાન્સ કરવા લાગી હતી.
ગૌતમી કપૂર
રામ કપૂરે તેની વાઇફ ગૌતમી કપૂરથી બચવા માટે શાહરુખ ખાન પાસે મદદ માગી છે. એનું કારણ પણ શાહરુખ જ છે. વાત એમ છે કે ગૌતમીએ શાહરુખની ‘જવાન’ જોઈ અને ઘરે આવીને ડાન્સ કરવા લાગી હતી. શાહરુખની ‘જવાન’ લોકોને ખૂબ પસંદ પડી છે. એમાં ગૌતમી પણ આ ફિલ્મ જોઈને ઝૂમી ઊઠી હતી. તેનો ડાન્સ કરતો વિડિયો રામ કપૂરે શૅર કર્યો હતો. એમાં ગૌતમી ફની ડાન્સ કરી રહી છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામ કપૂરે કૅપ્શન આપી હતી, ‘‘જવાન’ જોયા બાદ તે પોતાને ‘જવાન’ સમજવા લાગી છે. શાહરુખભાઈ, મુઝે મેરી બીવી સે બચાઓ.’