આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું
‘સત્યા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત સ્ટાર્સ
બૉલીવુડમાં અન્ડરવર્લ્ડ પર બનેલી ફિલ્મોમાં ૧૯૯૮માં આવેલી રામ ગોપાલ વર્માની ‘સત્યા’નું મુઠ્ઠીઊંચેરું સ્થાન છે. આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું; જેમાં આ ફિલ્મના ડિરેક્ટર રામ ગોપાલ વર્મા, લેખક અનુરાગ કશ્યપ તથા મુખ્ય કલાકારો મનોજ બાજપાઈ અને ઊર્મિલા માતોન્ડકર હાજર રહ્યાં હતાં.