તિરંગા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને સતીશ શાહે ટ્વીટ કર્યું હતું, ‘આ એ જ તિરંગા ધ્વજ છે જેને ૧૯૪૨માં ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ દરમ્યાન મારી મમ્મી લઈને આવી હતી`
સતિશ શાહએ તિરંગા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો
સતીશ શાહને તિરંગાને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમની સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ખૂબ હિટ થઈ હતી. તેમણે અનેક ફિલ્મો અને સિરિયલમાં પણ કામ કર્યું છે. જોકે સોશ્યલ મીડિયામાં તેમની ખાસ્સી નિંદા થઈ રહી છે. તિરંગા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને સતીશ શાહે ટ્વીટ કર્યું હતું, ‘આ એ જ તિરંગા ધ્વજ છે જેને ૧૯૪૨માં ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ દરમ્યાન મારી મમ્મી લઈને આવી હતી.’
સતીશ શાહની આ વાતથી લોકો નારાજ થયા છે અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સોશ્યલ મીડિયા યુઝરે કમેન્ટ કરી હતી કે ‘તેમને કોણ કહે કે ૧૯૪૨માં આવા પ્રકારનો આપણો ધ્વજ નહોતો.’
ADVERTISEMENT
દેશ આઝાદ થયો એ અગાઉ આપણા ધ્વજની વચ્ચે ચરખો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ અશોક ચક્રને સ્થાન મળ્યું હતું. તો અન્યએ કમેન્ટ કરી હતી કે ‘જો તમે થોડું રિસર્ચ અને થોડી મહેનત કરી હોત તો તમને ખોટા સાબિત થવામાં શરમિંદા ન થવું પડત.’