તેઓ જ્યારે ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે ઍરપોર્ટના ઑફિશ્યલને નહોતું લાગ્યું કે તેઓ ફર્સ્ટ ક્લાસ ટિકિટ અફૉર્ડ કરી શકે.
સતિશ શાહ
સતીશ શાહે હાલમાં જ લંડનનના હીથ્રો ઍરપોર્ટ પર એક રેસિસ્ટ કમેન્ટનો જડબાતોડ જવાબ આપ્યો છે. સતીશ શાહ હાલમાં જ લંડન ટ્રાવેલ કરી રહ્યા હતા. તેઓ ફર્સ્ટ ક્લાસમાં જઈ રહ્યા હતા. જોકે તેમને ઍરપોર્ટ પર એક રેસિસ્ટ કમેન્ટ સાંભળવા મળી હતી. તેઓ જ્યારે ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે ઍરપોર્ટના ઑફિશ્યલને નહોતું લાગ્યું કે તેઓ ફર્સ્ટ ક્લાસ ટિકિટ અફૉર્ડ કરી શકે. આ ઘટના વિશે સતીશ શાહે ટ્વીટ કર્યું હતું કે ‘હીથ્રો ઍરપોર્ટ પર એક સ્ટાફ મેમ્બરને આશ્ચર્ય થયું હતું એથી તેણે બીજા સ્ટાફ મેમ્બરને પૂછ્યું કે તેઓ કેવી રીતે ફર્સ્ટ ક્લાસ ટિકિટ અફૉર્ડ કરી શકે છે? મેં ગર્વથી સ્માઇલ કરતાં જવાબ આપ્યો હતો, કારણ કે અમે ઇન્ડિયન હોવાથી અમે એ ખરીદી શકીએ છીએ.’