બિઝનેસમૅનની પત્ની સાન્વીએ તેના પતિ પર પંદર કરોડ રૂપિયા લીધા બાદ નહીં ચૂકવવાની વાત સાથે ઍક્ટરના મૃત્યુમાં પણ તેનો હાથ હોવાનો આરોપ મૂક્યો
સતિશ કૌશિક અને શશી કૌશિક
સતીશ કૌશિકના મૃત્યુના કેસમાં ફાર્મહાઉસના માલિક વિકાસ માલુની બીજી પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યા છે, તેનું માનવું છે કે સતીશ કૌશિકના મૃત્યુમાં તેનો હાથ છે. આ માટે દિલ્હી પોલીસે તપાસ ચાલુ કરી છે. દિલ્હી પોલીસે સ્ટેટમેન્ટમાં કહ્યુ કે ‘ઍક્ટર સતીશ કૌશિકના મૃત્યુના કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. વિકાસ માલુની પત્ની દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા છે એને લઈને એ તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે ઇન્સ્પેક્ટર-લેવલના ઑફિસરને સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાંથી તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મહિલાને પોલીસ દ્વારા તેના સ્ટેટમેન્ટને રેકૉર્ડ કરવા માટે બોલાવવામાં આવશે.’
વિકાસ માલુની પત્ની સાન્વીએ કહ્યું કે ‘સતીશજીના મૃત્યુના કેસમાં મેં ફરિયાદ રજિસ્ટર કરાવી છે. હું મારા પતિના ફાર્મહાઉસમાં પાર્ટી માટે ગઈ હતી, જ્યાં તેમની તબિયત બગડવા માંડી હતી. ફાર્મહાઉસ પરથી કેટલીક વાંધાજનક દવાઓ પણ મળી આવી છે.’
ADVERTISEMENT
સતીશ કૌશિક અને વિકાસ માલુ વચ્ચે પૈસાને લઈને મતભેદ હોવાની વાત કરતાં સાન્વીએ કહ્યું કે ‘સતીશજી અને મારા પતિ વચ્ચે બિઝનેસ કનેક્શન પણ છે. ૨૦૨૨ના ઑગસ્ટમાં મારા પતિ અને સતીશજી વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ હતી. સતીશજી તેમના પંદર કરોડ પાછા માગી રહ્યા હતા જે તેમણે મારા પતિને આપ્યા હતા. મારા પતિએ કહ્યું હતું કે તે આ પૈસા તેમને ઇન્ડિયામાં આપી દેશે. મેં મારા પતિને આ પૈસા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે તેમણે એ પૈસા સતીશજી પાસે લીધા હતા, પરંતુ કોવિડને કારણે તેમને ખોટ ગઈ હતી. મારો પતિ તેમને પૈસા આપવાના મૂડમાં નહોતો. સતીશ કૌશિક માટે તે બ્લુ પિલ્સ અને રશિયન ગર્લ્સની મદદ લેશે એવું પણ તેણે કહ્યું હતું. આથી મેં પોલીસને આ વિશે જણાવ્યું છે જેથી યોગ્ય ઇન્વેસ્ટિગેશન થઈ શકે.’
આ પણ વાંચો: Satish Kaushikના મોતનું અન્ડરવર્લ્ડ કનેક્શન? પાર્ટીમાં દાઉદનો પુત્ર હતો સામેલ
વિકાસ બાલુ વિશે વધુ જણાવતાં તેની પત્ની સાન્વીએ કહ્યું કે ‘મેં અગાઉ પણ વિકાસ બાલુ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વિકાસે મારા પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ જબરદસ્તીથી મારી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેનો દીકરો પણ મારા પર બળાત્કાર કરવા લાગ્યો હતો અને એથી હું ઑક્ટોબરમાં ઘર છોડીને જતી રહી હતી.’
દિલ્હી પોલીસ હાલમાં સાત કલાકનાં સીસીટીવી કૅમેરા ફુટેજને ચેક કરી રહી છે. તેમ જ પોલીસનું એ પણ કહેવું છે કે ડીટેલમાં કરવામાં આવેલા પોસ્ટમૉર્ટમમાં એ વાત નક્કી છે કે તેમનું મૃત્યુ નૅચરલી કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું હતું.
"સતીશ કૌશિકને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને તેમનું મર્ડર થયું છે એવા કેવા આરોપ મૂકવામાં આવી રહ્યા છે. મને સમજ નથી પડતી કે મારા પતિના મૃત્યુ બાદ તેમને બદનામ કેમ કરવામાં આવી રહ્યા છે. સાન્વીનો કોઈ એજન્ડા લાગે છે. કદાચ તે તેના પતિ પાસે પૈસા કઢાવવા માગતી હશે એથી સતીશજીનું નામ લઈ રહી છે." શશી કૌશિક, સતીશ કૌશિકની પત્ની