સરોજ ખાનની વહારે આવ્યો સલમાન ખાન
સલમાન ખાન સાથે સરોજ ખાન
સલમાન ખાને તાજેતરમાં જ સરોજ ખાનને પોતાની ફિલ્મનાં ગીતો કોરિયોગ્રાફ કરવાની ઑફર કરી છે. સરોજ ખાન બૉલીવુડમાં ખૂબ જ જાણીતું નામ છે. તેમણે ૯૦ના દાયકામાં માધુરી દીક્ષિત નેને, શ્રીદેવી, સુસ્મિતા સેન સહિત અનેક હિરાઇનોને ડાન્સ-મૂવ્ઝ શીખવાડ્યાં છે. સરોજ ખાને ‘કલંક’ના એક મુજરા સીક્વન્સમાં માધુરીને કોરિયોગ્રાફ કરી છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સરોજ ખાન બીમાર છે. એને તેમણે એક અફવા ગણાવી છે. સલમાને તાજેતરમાં જ સરોજ ખાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન સલમાને તેમને પૂછ્યું હતું કે તેઓ હાલમાં શું કરે છે? આ સવાલનો જવાબ આપતાં સરોજ ખાને કહ્યું હતું કે મારી પાસે હાલમાં કોઈ કામ નથી અને હું નવી અભિનેત્રીઓને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખવું છે. આ સાંભYયા બાદ સલમાને તેમને પોતાની ફિલ્મને કોરિયોગ્રાફ કરવાની ઑફર કરી હતી. આ સાંભળતાં જ સરોજ ખાનને પણ પૂરો વિશ્વાસ બેઠો છે કે સલમાન તેનું વચન જરૂર પૂરું કરશે.
આ પણ વાંચો : રાણા દગુબટ્ટી પૅશન માને છે ઍક્ટિંગને
ADVERTISEMENT
સરોજ ખાને સલમાન સાથે અનેક ફિલ્મો જેવી કે ‘બીવી હો તો ઐસી’, ‘બીવી નંબર ૧’ અને ‘અંદાઝ અપના અપના’માં કામ કર્યું હતું. સલમાન આમ પણ બૉલીવુડમાં લોકોને મદદ કરવા માટે જાણીતો છે. એવામાં એવી શક્યતા છે કે ‘દબંગ ૩’માં સરોજ ખાનની કોરિયોગ્રાફી જોવા મળે.