આ ફિલ્મને હોમી અડાજણિયા ડિરેક્ટ કરી રહ્યો છે.
સારા સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને હોમી અડાજણિયાએ કૅપ્શન આપી હતી
સારા અલી ખાને તેની આગામી ફિલ્મ ‘મર્ડર મુબારક’નું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને હોમી અડાજણિયા ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી વિશે વધુ માહિતી નથી મળી શકી. ફર્સ્ટ શેડ્યુલ પૂરું થતાં ટીમે કેક-કટિંગ કર્યું હતું. કેક પર લખ્યું છે શેડ્યુલ 1 રૅપ. સારા સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને હોમી અડાજણિયાએ કૅપ્શન આપી હતી, ‘તારી તરફ જોઈ રહ્યો છું. પહેલું શેડ્યુલ ખૂબ સારી રીતે પૂરું કરવામાં આવ્યું છે. હવે ખરું કામ શરૂ થવાનું છે.’
એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વાસ નથી બેસતો કે શેડ્યુલ પૂરું થયું છે. તને ફક્ત પ્રેમ.’

