ઍક્ટ્રેસે આધ્યાત્મિક જર્નીની તસવીરો પોસ્ટ કરી એટલે તેને આવું કહીને ટ્રોલ કરવામાં આવી
સારા અલી ખાન
સારા અલી ખાન પૂજા-પાઠ, મંદિર-દર્શન તેમ જ ભગવાન શિવમાં ભારે આસ્થા ધરાવે છે. તાજેતરમાં સારા ગુવાહાટી ગઈ હતી ત્યારે તેણે કામાખ્યાદેવીનાં દર્શન કર્યાં હતાં અને તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આધ્યાત્મિક જર્નીની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં સારા સફેદ ડ્રેસમાં માથા પર દુપટ્ટા તેમ જ સિંદૂર લગાડેલી જોવા મળી હતી. સારાએ ચૈત્રી નવરાત્રિના દિવસો દરમ્યાન માતાજીનાં દર્શન કર્યાં છે એટલે ઘણા ફૅન્સે આનંદની લાગણી વ્યક્ત કરી છે તો કેટલાક યુઝર્સે તેને ટ્રોલ પણ કરી છે. એક યુઝરે કહ્યું હતું કે હું દરેક ધર્મને માન આપું છું પણ આ બધું અલ્લાહપાકને પસંદ નથી. એક યુઝરે તો અકળાઈને કહી દીધું છે કે તારું નામ સારામાંથી બદલીને સીતા કરી નાખ, એ જ યોગ્ય હશે.

