બે મોટી બ્રૅન્ડની ઍમ્બૅસૅડર બની સારા
બે મોટી બ્રૅન્ડની ઍમ્બૅસૅડર બની સારા
સારા અલી ખાનને બે પ્રતિષ્ઠિત બ્રૅન્ડની ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. સારા હાલમાં ઇન્ડસ્ટ્રીમાં સૌથી પૉપ્યુલર બની છે અને લોકો તેના પર વધુ પ્રેમ પણ વરસાવે છે. સોશ્યલ મીડિયામાં તેના ફૉલોઅર્સ પણ વધુ છે. ખૂબ નાની ઉંમરમાં તેણે ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી લીધી છે. એક બ્રૅન્ડ લાઇફસ્ટાઇલની છે, જેના માટે સારા પહેલી વખત બ્રૅન્ડિંગ કરવાની છે. બીજી તરફ ઑનલાઇન કૉસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સની પણ તેને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર નીમવામાં આવી છે જે યુવાઓનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોને તેની પર્સનાલિટી ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન ખૂબ પસંદ છે.

