મૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
સારા અલી ખાન
સારા અલી ખાન હાલમાં મૉલદીવ્ઝમાં ભરપૂર એન્જૉય કરી રહી છે. સારા તેની ટ્રિપના ફોટો સતત શૅર કરતી રહે છે. સોશ્યલ મીડિયામાં તે ખાસ્સી ઍક્ટિવ રહે છે. તેણે હાલમાં બ્લ્યુ મોનોકનીમાં ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટો જોઈને તેના ફૅન્સ પણ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘ઉપર આકાશ, નીચે ધરતી, આ ક્ષણમાં જીવી લો. ફ્લો સાથે આગળ વધો.’

