Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડા હૈ : સારા અલી ખાન

સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડા હૈ : સારા અલી ખાન

07 November, 2023 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સારાએ આ વિશે સફાઈ આપતાં કહ્યું છે કે હું શુભમનને ડેટ નથી કરી રહી. સારા હાલમાં ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનના આગામી એપિસોડમાં અનન્યા પાન્ડે સાથે જોવા મળવાની છે.

સારા અલી ખાન

સારા અલી ખાન


ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી હોવા વિશે સારા અલી ખાને ચુપકીદી તોડી છે. તે અને શુભમન ઘણી વાર ડિનર પર જોવા મળ્યાં છે એથી તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની વાતો બહાર આવી છે. જોકે સારાએ આ વિશે સફાઈ આપતાં કહ્યું છે કે હું શુભમનને ડેટ નથી કરી રહી. સારા હાલમાં ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનના આગામી એપિસોડમાં અનન્યા પાન્ડે સાથે જોવા મળવાની છે. આ શોનો પ્રોમો હાલમાં લૉન્ચ કરવામાં આવ્યો છે અને એમાં કરણ જોહર સારાને પૂછી રહ્યો છે કે તું શુભમન ગિલને ડેટ કરી રહી હોવાની અફવા છે, એ વિશે તારે શું કહેવું છે? એ વિશે જવાબ આપતાં સારાએ કહ્યું કે ‘તમે લોકો ખોટી સારાને પકડી રહ્યા છો. સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડા હૈ.’


સારાએ એથી સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર પર નિશાન તાક્યું છે. સારા તેન્ડુલકર અને શુભમન બન્ને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા બહાર આવી હતી. શુભમન અને સારા સાથે જોવા મળતાં તે કઈ સારાને ડેટ કરી રહ્યો છે એ વિશે સતત અટકળો ચાલતી હતી. જોકે સારા જ્યારે મૅચ જોવા આવી હતી ત્યારે શુભમન ખૂબ સારું રમ્યો હતો અને એ માટે ફરી લોકો સારા તેન્ડુલકર સાથે તેનું નામ જોડી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2023 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK