સિંગલ મધર સાથે રહીને મોટી થયેલી સારા અલી ખાન કહે છે...
સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ ૨૦૦૪માં જુદાં થયાં ત્યારે તેમની દીકરી સારા અલી ખાન માત્ર ૯ વર્ષની હતી. સારાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તેની લાઇફ પર સ્ટ્રૉન્ગ મહિલાઓની શું અસર થઈ છે ત્યારે એનો જવાબ આપતાં તેણે કહ્યું, ‘મને એવું લાગે છે કે સિંગલ મધર સાથે રહેવું એ તમારા પર મોટી અસર પાડે છે. મને ખૂબ નાની ઉંમરમાં એહસાસ થઈ ગયો હતો કે કોઈ આપકે લિએ કુછ નહીં કરનેવાલા. એવું નથી કે કોઈએ મારી મદદ નથી કરી, પણ આખરે તો તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. જો તમે લકી હો, તમારા સિતારા કામ કરી જાય અને ભગવાનની મરજી હોય તો તમે સફળ થાઓ છો. વસ્તુસ્થિતિ આપમેળે બની જશે એના માટે તમારે રાહ ન જોવાની હોય.’

