આ ફિલ્મ ડિઝની + હૉટસ્ટાર પર ૩૧ માર્ચે સ્ટ્રીમ થવાની છે.
વિક્રાન્ત મૅસી
સારા અલી ખાન ઍક્ટ્રેસ તરીકે ઓપન માઇન્ડથી કંઈ પણ સાંભળવા માટે તૈયાર હશે એવું વિક્રાન્ત મૅસીને નહોતું લાગતું. તેઓ બન્ને હાલમાં ‘ગૅસ લાઇટ’માં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ ડિઝની + હૉટસ્ટાર પર ૩૧ માર્ચે સ્ટ્રીમ થવાની છે. આ વિશે વાત કરતાં વિક્રાન્તે કહ્યું કે ‘મને તરત જ ખબર પડી ગઈ હતી કે સારા અલી ખાન ઍક્ટર તરીકે ખૂબ જ ભૂખી છે. તેનામાં બધું જાણવાની ઝંખના જોવા મળે છે. તે દરેક પાત્ર સાથે પોતાને વધુને વધુ સારી બનાવવાની કોશિશ કરે છે. તે ઍક્ટર તરીકે કંઈ પણ શીખવા કે સાંભળવા માટે આટલી ઓપન માઇન્ડેડ હશે એ મને નહોતી ખબર.’

