અગાઉ બન્નેએ ૨૦૨૦માં આવેલી ‘લવ આજ કલ 2’માં સાથે કામ કર્યું હતું. તેમની કૅમિસ્ટ્રી બન્નેને ખૂબ પસંદ પડી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન દેખાડી શકી
કાર્તિક સાથે ફરી કામ કરવા તૈયાર છે સારા
સારા અલી ખાનની ઇચ્છા કાર્તિક આર્યન સાથે ફરી કામ કરવાની છે. અગાઉ બન્નેએ ૨૦૨૦માં આવેલી ‘લવ આજ કલ 2’માં સાથે કામ કર્યું હતું. તેમની કૅમિસ્ટ્રી બન્નેને ખૂબ પસંદ પડી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન દેખાડી શકી. આ બન્નેના રિલેશનની પણ ખાસ્સી ચર્ચા થઈ હતી, પરંતુ વાત આગળ વધી શકી નહીં. કાર્તિક ‘આશિકી 3’માં દેખાવાનો છે. આ ફિલ્મ માટે ફીમેલ લીડની શોધ ચાલી રહી છે. એવામાં એવી ચર્ચા છે કે આ ફિલ્મ માટે કદાચ સારાને અપ્રોચ કરવામાં આવી શકે છે. આ ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે. તાજેતરમાં જ કાર્તિક અને અનુરાગ બાસુની મુલાકાત થઈ હતી. આ વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. સારાને પૂછવામાં આવ્યું હતું કે શું તે ‘આશિકી 3’માં કામ કરવાની છે? એનો જવાબ આપતાં સારાએ કહ્યું કે ‘મને હજી સુધી ‘આશિકી 3’ ઑફર નથી કરવામાં આવી, પરંતુ જો મને આ ફિલ્મ ઑફર કરવામાં આવે તો હું ચોક્કસ કામ કરીશ.’