સારાએ ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી હતી
સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન
સારા અલી ખાન ગઈ કાલે સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેને યાદ કરીને ઇમોશનલ થઈ હતી. સારાએ ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત જોવા મળ્યો હતો. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત તેના ઘરે મૃત મળી આવ્યો હતો. તેને ન્યાય મળે એ માટે સોશ્યલ મીડિયામાં લોકોએ અવાજ ઉઠાવ્યો છે. ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ વખતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘પહેલી વખત અમે કેદારનાથ જઈ રહ્યાં હતાં. પહેલી વખત હું શૂટ કરવા જઈ રહી હતી. હું જાણું છું કે હવે પહેલાં જેવો એહસાસ નથી થતો. જોકે હું જાણું છું કે ઍક્શન, કટ, સનરાઇઝ, નદીઓ, વાદળો, મૂનલાઇટ, કેદારનાથ અને અલ્લાહૂ આ બધાની વચ્ચે તું ક્યાંક છે. તારા સિતારાઓ સાથે તું હંમેશાં ચમક્યા કરે. કેદારનાથથી ઍન્ડ્રોમેડા (ગૅલેક્સી) સુધી.’