જંગલની સફારીનો આનંદ લીધો સારાએ
સારા અલી ખાને તેની ફ્રેન્ડ સાથે
સારા અલી ખાને તેની ફ્રેન્ડ સાથે જંગલની સફારીનો આનંદ લીધો હતો. તેણે મોરની એક વિડિયો ક્લિપ પણ શૅર કરી હતી. તાજેતરમાં જ આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ રાજસ્થાનના રણથંભોરની મુલાકાત લીધી હતી. સેલિબ્રિટીઝ ઘોંઘાટભર્યા શહેરથી દૂર જઈને એકાંત અને શાંતિની ખોજ કરતા હોય છે. સારાએ પણ કુદરતના સાન્નિધ્યમાં જવાનું પસંદ કર્યું હતું. જોકે તે ક્યાં ગઈ હતી એ જાણવા નથી મળ્યુ. તેણે તેની ફ્રેન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. સારાએ બ્લૅક પૅન્ટ અને રેડ સ્વેટર પહેર્યું હતું.

