વિડિયોમાં દેખાય છે કે ઠંડો પવન વાઈ રહ્યો છે અને પાણીનાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયાનું પાણી સ્વચ્છ અને નિર્મળ દેખાઈ રહ્યું છે.
લદાખના ખુશનુમા વાતાવરણને એન્જૉય કરી રહી છે સારા અલી ખાન અને રાધિકા મદન
સારા અલી ખાન અને રાધિકા મદન લેહ-લદાખના કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણનો આનંદ લઈ રહી છે. એના ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. બન્ને ખૂબ મસ્તી કરી રહી છે. તે સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. સારાએ લદાખમાં સુખ અને શાંતિનો અનુભવ કર્યો છે. તેણે સ્તૂપ, ચબૂતરાના ફોટોની સાથે જ ધ્યાનમાં મગ્ન ફોટો પણ શૅર કર્યા છે. તેના ફોટો તેના ફૅન્સને ખૂબ પસંદ પડી રહ્યા છે. તો બીજી તરફ રાધિકાએ લદાખના સમુદ્ર કિનારે ફરતો વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં દેખાય છે કે ઠંડો પવન વાઈ રહ્યો છે અને પાણીનાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયાનું પાણી સ્વચ્છ અને નિર્મળ દેખાઈ રહ્યું છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાધિકાએ કૅપ્શન આપી હતી કે તેને હીરા-મોતી નથી જોઈતાં.

