જો આ બન્ને આ ફિલ્મ કરવા માટે રાજી થઈ જાય તો આ બન્ને પહેલી વખત એકસાથે એક ફિલ્મમાં જોવા મળશે
સારા અલી ખાન અને અર્જુન કપૂર
ફિલ્મમેકર હોમી અડાજણિયાની આગામી ફિલ્મમાં સારા અલી ખાન અને અર્જુન કપૂર સાથે દેખાય એવી શક્યતા છે. હોમી અને અર્જુન વચ્ચે ઘણા સમયથી આ પ્રોજેક્ટ વિશે ચર્ચા ચાલી રહી છે. હવે હોમી અડાજણિયાની ટીમે સારા સાથે આ ફિલ્મ વિશે ચર્ચા શરૂ કરી છે. જો આ બન્ને આ ફિલ્મ કરવા માટે રાજી થઈ જાય તો આ બન્ને પહેલી વખત એકસાથે એક ફિલ્મમાં જોવા મળશે. એથી તેમના ફૅન્સને એક ફ્રેશ જોડી ઑન-સ્ક્રીન દેખાશે. આ ફિલ્મ કઈ છે અને એની સ્ટોરી શું છે એ વિશે જાણવા નથી મળ્યું.