Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાન અને અમ્રિતા સિંહે મુંબઈમાં ૨૨ કરોડ રૂપિયાની ઑફિસ સ્પેસ ખરીદી

સારા અલી ખાન અને અમ્રિતા સિંહે મુંબઈમાં ૨૨ કરોડ રૂપિયાની ઑફિસ સ્પેસ ખરીદી

Published : 19 October, 2024 10:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મા અને દીકરીએ ૨૦૨૩માં પણ અંધેરી-વેસ્ટના એ જ બિલ્ડિંગમાં ૯ કરોડની અ‍ૉફિસ ખરીદી હતી

સારા અલી ખાન

સારા અલી ખાન


સારા અલી ખાન તેની મૉમ અમ્રિતા સિંહ સાથે ફોટો અને વિડિયોઝમાં અવારનવાર જોવા મળે છે. આ વખતે બન્ને એક જુદા કારણસર સમાચારમાં છે. વાત એમ છે કે સારા અને અમ્રિતા સિંહે મુંબઈના અંધેરી વેસ્ટમાં બે ઑફિસ ખરીદી છે, જેની કુલ કિંમત ૨૨.૨૬ કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ તેમનું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે.


રિપોર્ટ અનુસાર સારા અને તેની મૉમ અમ્રિતા સિંહે વીરા દેસાઈ રોડ પર આવેલા સિગ્નેચર બિલ્ડિંગના નવમા માળે બે ઑફિસ સ્પેસ ખરીદી છે. એક ઑફિસની કિંમત ૧૧.૩ કરોડ રૂપિયા છે. એમાં ૬૬.૮ લાખની સ્ટૅમ્પ-ડ્યુટી છે. ઑફિસની સ્પેસ ૨૦૦૯ સ્ક્વેર ફુટ છે. ૨૦૨૩ના જુલાઈ મહિનામાં સારા અને અમ્રિતાએ આ જ બિલ્ડિંગના ચોથા માળે ૯ કરોડની એક ઑફિસ ખરીદી હતી. ૨૦૦૪માં સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ છૂટાં પડ્યાં હતાં. સારા ત્યારથી મમ્મી અમ્રિતા સાથે જ રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK