લવ ઍન્ડ વૉરમાં શું નવું હશે એ વિશે સંજય લીલા ભણસાલીએ કહ્યું...
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી તેમની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ને લઈને ખૂબ ઉત્સુક છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે. આ લવ સ્ટોરીમાં દર્શકોને ઘણીબધી નવી વસ્તુઓ જોવા મળશે. ફિલ્મ વિશે વધુ માહિતી આપતાં સંજય લીલા ભણસાલી કહે છે, ‘આ એક લવ સ્ટોરી છે જેને હું ઘણા સમય બાદ બનાવી રહ્યો છું. એમાં વર્તમાનની સ્ટોરી રહેશે. એનો ડાન્સ, પિલર્સ, આર્કિટેક્ચર, પડદા અને જ્વેલરી દરેક વસ્તુ નવું અને હટકે રહેશે. આ એક નવી પરિભાષાવાળી અને અલગ પ્રકારની સ્ટોરી રહેશે. આ એક એવી સ્ટોરી છે જેનાથી એક ફિલ્મમેકર તરીકે હું એક્સાઇટ થયો છું. એનો સમયગાળો, પાત્રો અને પરિસ્થિતિ પણ અલગ હશે.’
ફિલ્મના ઍક્ટર્સ વિશે સંજય લીલા ભણસાલી કહે છે, ‘અદ્ભુત કલાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કામ કરવાની મજા આવશે. તેમની કેમિસ્ટ્રી મજેદાર રહેશે. આ લવ-ટ્રાયેન્ગલ સ્ટોરી ઘણા વખતથી હિન્દી સિનેમામાં નથી જોવા મળી.’

