Ever since he used to go to film sets with his father, he decided that I would pursue a career in filmmaking.
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીને એક વાતનો પસ્તાવો છે કે તેઓ તેમના પિતાની છેલ્લી ઇચ્છા પૂરી નહોતા કરી શક્યા. તેમના પિતા નવીન ભણસાલી પ્રોડ્યુસર હતા. ફિલ્મો પ્રત્યેની દીવાનગી અને લગન સંજય લીલા ભણસાલીને પિતા પાસેથી વારસામાં મળી છે. તેઓ બાળપણથી પિતા સાથે ફિલ્મોના સેટ પર જતા હતા ત્યારથી જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે હું ફિલ્મમેકિંગમાં કરીઅર બનાવીશ. તેમણે અનેક યાદગાર ફિલ્મો બનાવી છે. હાલમાં તેમની વેબ-સિરીઝ ‘હીરામન્ડી ઃ ધ ડાયમન્ડ બાઝાર’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેમના પિતાની અંતિમ ઇચ્છા હતી કે તેઓ પાકિસ્તાનની સિંગર રેશ્માનું ‘હાયો રબ્બા’ ગીત સાંભળે. આ ગીતની કૅસેટ લઈને સંજય લીલા ભણસાલી જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ચૂક્યું હતું. એ સમયને યાદ કરતાં ઇમોશનલ બનેલા સંજય લીલા ભણસાલી કહે છે, ‘મારી પાસે યોગ્ય જગ્યા નહોતી કે હું ‘હાયો રબ્બા’ ગીત પ્લે કરી શકું. મારી મમ્મી સતત મને કહી રહી હતી કે એ ગીત પ્લે કર. લાઇફ ખૂબ દિલચસ્પ છે. આવી બધી વસ્તુઓ શું ફિલ્મો કદી કૅપ્ચર કરી શકે?’