આ લેબલ દ્વારા હવે તેઓ મ્યુઝિશ્યન્સ અને કલાકારો સાથે મળીને કમ્પોઝિશન્સ પ્રોડ્યુસ કરશે.
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીએ ગઈ કાલે ‘ભણસાલી મ્યુઝિક’ લૉન્ચ કર્યું છે. એની જાહેરાત તેમણે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. આ લેબલ દ્વારા હવે તેઓ મ્યુઝિશ્યન્સ અને કલાકારો સાથે મળીને કમ્પોઝિશન્સ પ્રોડ્યુસ કરશે. ઇન્સ્ટાગ્રામ પર સંજય લીલા ભણસાલીના શબ્દો જણાવતાં પ્રોડક્શન હાઉસે લખ્યું કે ‘મ્યુઝિક મને અપાર આનંદ અને શાંતિ આપે છે. મારી લાઇફનો એ અગત્યનો ભાગ બની ગયો છે. હું હવે મારું મ્યુઝિક લેબલ ‘ભણસાલી મ્યુઝિક’ લૉન્ચ કરું છું. આશા છે કે દર્શકોને એ જ આનંદ અને જોડાણની અનુભૂતિ થશે જે મને મ્યુઝિક સાંભળતી વખતે કાં તો ક્રીએટ કરતી વખતે થાય છે.’