સંજય લીલા ભણસાલી પોતાની પ્રૉફાઈલિક ફિલ્મમેકરના નામે જાણીતા છે, જેમની હમ દિલ દે ચૂકે સનમ, ગંગુબાઈ કાઠિયાવાડી, પદ્માવત, અને દેવદાસ ફિલ્મો આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. તો હવે તેમની પહેલી વેબ સિરીઝ નેટફ્લિક્સ પર આવવાની છે, જેનું નામ હીરામંડી છે.
હીરામંડી (ફાઈલ તસવીર)
સંજય લીલા ભણસાલી પોતાની પ્રૉફાઈલિક ફિલ્મમેકરના નામે જાણીતા છે, જેમની હમ દિલ દે ચૂકે સનમ, ગંગુબાઈ કાઠિયાવાડી, પદ્માવત, અને દેવદાસ ફિલ્મો આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. તો હવે તેમની પહેલી વેબ સિરીઝ નેટફ્લિક્સ પર આવવાની છે, જેનું નામ હીરામંડી છે. તાજેતરમાં જ વેબ સિરીઝનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. જે ચાહકોને અત્યંગ પસંદ આવ્યું છે.
નેટફ્લિક્સ અને ભણસાલી પ્રૉડક્શન્સ દ્વારા શૅર કરવામાં આવેલી પહેલી ઝલકમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચડ્ઢા અને શરમીન સેગલની ઝલકે ચાહકોને સિરીઝ જોવા માટે ઉત્સાહિત કરી દીધા છે. અપકમિંગ વેબ સીરિઝમાં લાર્જર ધેન લાઈફ સેટ અને સુંદર કૉસ્ચ્યૂમ અને સ્ટોરી ટેલિંગે ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે. આ ફર્સ્ટ લુક પર જ્યાં ચાહકોએ ફાયર ઈમોજી કમેન્ટમાં ભરમાર કરી છે. ત્યાં લોકોને આ ઝલક જોઈને જાણે ગંગુબાઈ કાઠિયાવાડીની યાદ આવી ગઈ છે. (`Heeramandi,` First look Release)
ADVERTISEMENT
નોંધનીય છે કે હીરામંડી વેબ-સિરીઝ વેશ્યાઓ અને તેમના સંરક્ષકોના એક ચમકદાર જિલ્લા `હીરામંડી`ની કલ્ચરલ રિયાલિટી પર બેઝ્ડ છે. 1940ના દાયકાના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની ઉથલપાથલભરી પૃષ્ઠભૂમિ પર આધારિત, `હીરામંડી` `કોઠા`માં પ્રેમ, વિશ્વાસઘાત, ઉત્તરાધિકાર અને રાજનીતિની સ્ટોરીઓ વ્યક્ત કરે છે. આ આખી સિરીઝ માટે કહેવામાં આવી રહ્યું છે કે 1,60,000 સ્ક્વૅર ફૂટનો સેટ લગાડવામાં આવ્યો હતો. (`Heeramandi,` First look Release)
View this post on Instagram
જણાવવાનું કે, આ પહેલા સંજય લીલા ભણસાલી પ્રૉડક્શનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હીરામંડીને લગતી બે પોસ્ટ શૅર કરવામાં આવી હતી, જેમાં એક પોસ્ટરમાં ગોલ્ડન અને પીળા આઉટફિટમાં સોનાક્ષી સિન્હાથી લઈને મનીષા કોઇરાલાનો લુક ચાહકોને પોતાના કાયલ બનાવે છે. જ્યારે બીજા પોસ્ટરમાં કાળા કલરના આઉટફિટમાં એક્ટ્રેસિસની નજાકત જોવા મળી રહી છે. આ સિવાય નેટફ્લિક્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં એક-એક હસીનાની ઝલકનો વીડિયો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, સંજય લીલા ભણસાલી હવે શાહરુખ ખાનને લઈને ‘ઇન્શાઅલ્લાહ’ બનાવવાના છે અને એની જાહેરાત આગામી થોડા દિવસમાં કરવામાં આવશે. આ ફિલ્મ પહેલાં સલમાન ખાન સાથે બનવાની હતી, પરંતુ એમાં હવે શાહરુખ જોવા મળશે. સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હેઠળની ‘હીરામંડી’ થોડા સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. સંજય લીલા ભણસાલી હાલમાં ‘બૈજુ બાવરા’ પરા કામ કરી રહ્યા હોવાની ચર્ચા છે, પરંતુ એ ખોટી વાત છે. તેઓ હાલમાં તેમના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ‘ઇન્શાઅલ્લાહ’નું શૂટિંગ જૂનમાં શરૂ કરવામાં આવશે. આ એક લવ સ્ટોરી છે અને એ શાહરુખની પર્સનાલિટીને સૂટ કરે એવી છે. આ ફિલ્મમાં સલમાન અને આલિયા ભટ્ટનું નામ ચર્ચામાં હતું. જોકે હવે શાહરુખ દેખાશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ પણ પૂરું થઈ ગયું છે. ફિલ્મસિટીમાં સેટ પણ બની ગયો હતો. શૂટિંગ શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ પ્રોડક્શન હાઉસે કહ્યું હતું કે આ ફિલ્મ નથી બની રહી. જોકે હવે એ ફરી પાટા પર આવી ગઈ છે.