30 જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી,પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક
ફાઇલ ફોટો
એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના ચાહકોનો ઇંતેજાર હવે ખતમ થઈ ગયો છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ના જન્મદિવસના ખાસ અવસરે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી?
આલિયા ભટ્ટે પોસ્ટર શૅર કરવાની સાથે લખ્યું છે કે 30 જુલાઇના રોજ સિનેમાઘરોમાં ગંગુબાઇ કાઠિયાવાડી. પોસ્ટરમાં આલિયા ભટ્ટ ખુરસી પર પગ રાખીને બેઠેલી જોવા મળે છે. આછાં રંગના કપડા, આંખોમાં ઘાટું કાજલ અને મોટો ચાંદલો લગાડેલી આલિયાનો આ અવતાર ખૂબ જ દળદાર દેખાય છે. ભણસાલી પ્રૉડક્શને પોસ્ટર શૅર કરતાં લખ્યું, "ઉગ્ર, સાહસી, તે સાશન કરવા માટે તૈયાર છે."
ADVERTISEMENT
આની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનું ટીઝર પણ આજે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાનું છે.
View this post on Instagram
જણાવવાનં કે ફિલ્મમાં આલિયા ભટ્ટ ફિમેલ ડૉનનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીની સ્ટોરી પુસ્તક 'ધ માફિયા ક્વીન ઑફ મુંબઇ' પર આધારિત છે. આ પુસ્તકનું લેખન હુસૈન જૈદીએ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે સંજય પોતાની આ ફિલ્મમાં પણ કેટલાક જબરજસ્ત ડાન્સ નંબર્સ નાખવાના છે. જેનું શૂટિંગ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં શરૂ કરી દેવામાં આવશે.
મિડ-ડેના રિપૉર્ટ પ્રમાણે, "ફિલ્મમાં આલિયાના બે સ્પેશિયલ ડાન્સ નંબર હશે. આમાંથી એક તો ટિપિકલ ભણસાલી નંબર હશે, જેને ખૂબ જ લેવિશ અંદાજમાં 200થી વધારે બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે શૂટ કરવામાં આવશે." ફિલ્મના ગીતને કમાઠીપુરાના ડુપ્લીકેટ સેટ પર શૂટ કરવામાં આવશે જે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો છે.

