સંજયનાં એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ હતાં એથી તે સારી રીતે જાણે છે કે યુવાનો કેવા હોય છે.
સંજય કપૂરની પરિવાર સાથેની તસવીર
સંજય કપૂર તેની દીકરી શનાયા કપૂરને લઈને ખૂબ ચિંતિત રહે છે અને એ વાત શનાયાની મમ્મી મહીપ કપૂરે કરી છે. સંજય અને મહીપને જહાન કપૂર નામનો દીકરો પણ છે. તેનું કહેવું છે કે સંજયનાં એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ હતાં એથી તે સારી રીતે જાણે છે કે યુવાનો કેવા હોય છે. આ જ બાબતને કારણે સંજય ચિંતિત રહે છે. દીકરી શનાયાને લઈને ઇનસિક્યૉર સંજય વિશે મહીપ કહે છે, ‘મને એવું લાગે છે કે સંજય એવું વિચારે છે કે તેનાં અનેક મહિલાઓ સાથે રિલેશન હતાં એટલે તેને અહેસાસ છે કે તેણે કેવી હરકત કરી છે. આ જ કારણ છે કે તે દીકરી શનાયાને લઈને પાગલ થઈ જાય છે અને એ જ વાસ્તવિકતા છે. મારા દીકરા સાથે તો તે ઠીક છે, પરંતુ વાત જ્યારે શનાયાની આવે છે ત્યારે મારે તેને શાંત કરવો પડે છે. પછી મને અહેસાસ થાય છે કે તે સારી રીતે જાણે છે કે તેણે જે કર્યું છે એવું અન્ય છોકરાઓ પણ કરી શકે છે. તે સખત હતો, પરંતુ હવે તે શનાયા સાથે થોડો શાંત થયો છે.’

