Sanjay Gadhvi No More: સુપરહિટ ફિલ્મ `ધૂમ`ના ડિરેક્ટર સંજય ગઢવીનું નિધન થયું છે. 19 નવેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સંજય ગઢવીની ફાઇલ તસવીર
સુપરહિટ ફિલ્મ `ધૂમ`ના ડિરેક્ટર સંજય ગઢવીનું નિધન (Sanjay Gadhvi No More) થયું છે. 19 નવેમ્બરે સવારે લગભગ 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગઢવી લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વૉક કરી રહ્યા હતા ત્યારે તે પરસેવો વળી ગયો હતો. તેમને તાત્કાલિક નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત (Sanjay Gadhvi No More) જાહેર કર્યા છે. સંજય ગઢવીના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં છે. તેમની વિદાય સમગ્ર બોલિવૂડ માટે મોટી ખોટ છે.
સંજય ગઢવી લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહે છે, તે જ સોસાયટીમાં શ્રી દેવી રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.
ADVERTISEMENT
તેઓ `ધૂમ` અને `ધૂમ 2`ના ડિરેક્ટર હતા. આ સાથે જ તેઓએ યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોશન અભિનીત `ધૂમ` અને `ધૂમ 2`નું ડિરેક્શન કર્યું હતું. સંજયે ‘મેરે યાર કી શાદી હૈ’, ‘તેરે લિયે’, ‘કિડનેપ’, ‘અજબ ગજબ લવ’ અને ‘ઓપરેશન પરિંદે’ જેવી ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું હતું.
`ધૂમ` ફ્રેન્ચાઈઝી દેશની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝીમાંથી એક ગણવામાં છે, જે 2004માં શરૂ થઈ હતી. તેની પ્રથમ બે ફિલ્મોનું નિર્દેશન સંજય ગઢવીએ કર્યું હતું. ત્રીજી ફિલ્મ `ધૂમ 3` વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી.
`ધૂમ` અને `ધૂમ 2`ની સફળતાએ સંજય ગઢવી (Sanjay Gadhvi No More)ને બોલિવૂડના ટોચના ફિલ્મ નિર્માતા બનાવી દીધા. પરંતુ આ પછી તેનો મુશ્કેલ સમય શરૂ થયો. સંજય ગઢવીએ સંજય દત્તને લઈને `કિડનેપ` ફિલ્મ બનાવી હતી, પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. પછી ચાર વર્ષ બાદ તેઓએ `અજબ ગજબ લવ` બનાવી અને તે પણ ખરાબ રીતે ફ્લોપ થઈ. આ રીતે સંજય ગઢવીની ફિલ્મો ફ્લોપ થતી રહી. સંજય ગઢવીએ છેલ્લા 10 વર્ષથી એકપણ પૂર્ણ લંબાઈની એન્ટરટેઈનરનું ડિરેક્શન કર્યું નથી. જો કે, 2020માં તેઓએ `ઓપરેશન પરિન્દે`થી OTTમાં ડેબ્યૂ કર્યું હતું.
આજે સાંજે થશે અંતિમ સંસ્કાર
મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર 19 નવેમ્બરની સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન (Sanjay Gadhvi No More) બાદ અનેક જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેમણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. ડિરેક્ટર સંજય ગઢવીનો પાર્થિવ દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં જ મુકવામાં આવ્યો છે.