સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે પોતાનો ફોટો શૅર કર્યો છે
સંજય દત્તના ઘરે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ
સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે પોતાનો ફોટો શૅર કરીને લખ્યું છે, ‘મારા ગુરુએ મારા ઘરે પધારીને મને અને મારા પરિવારજનોને આશીર્વાદ આપ્યા એ મારા માટે આનંદ અને સન્માનની ક્ષણ છે. તેઓ મારા માટે ભાઈ અને પરિવારના સભ્ય જેવા છે.’
આ પહેલાં ૨૦૨૪ની ૨૫ નવેમ્બરે સંજય દત્તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ પદયાત્રામાં પણ ભાગ લીધો હતો.