૧૯૯૩માં તેની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેણે અનેક વખત UKના વીઝા માટે અરજી કરી હતી
સંજય દત્ત
સંજય દત્તના યુનાઇટેડ કિંગડમ (UK)ના વીઝા કૅન્સલ થતાં તેણે બળાપો ઠાલવ્યો છે. ૧૯૯૩માં તેની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેણે અનેક વખત UKના વીઝા માટે અરજી કરી હતી પરંતુ હંમેશાં વીઝા રિજેક્ટ થતા હતા. તેના જૂના કેસને કારણે તેને વીઝા નથી મળતા. જોકે આ વખતે તેણે ફરીથી વીઝા માટે અપ્લાય કર્યું હતું. તેનું કહેવું છે કે શરૂઆતમાં તો ત્યાંની સરકારે તેને વીઝા આપ્યા અને એક મહિના બાદ કાયદાનું ભાન થતાં વીઝા રિજેક્ટ કરવામાં આવ્યા. તે ‘સન ઑફ સરદાર 2’ના શૂટિંગ માટે સ્કૉટલૅન્ડ જવાનો હતો, પરંતુ વીઝા કૅન્સલ થતાં તેને આ ફિલ્મમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. એથી ફિલ્મમાં તેના બદલે ઍક્ટર-પૉલિટિશ્યન રવિ કિશનની એન્ટ્રી થઈ છે. યુનાઇટેડ કિંગડમની સરકાર પર રોષ વ્યક્ત કરીને સંજય દત્ત કહે છે, ‘હું એટલું જ જાણું છું કે યુનાઇટેડ કિંગડમની સરકારે આ યોગ્ય નથી કર્યું. શરૂઆતમાં તો તેમણે મને વીઝા આપ્યા. ત્યાં પેમેન્ટ પણ થઈ ગયું હતું. બધું જ રેડી હતું. એક મહિના બાદ તમે મારા વીઝા કૅન્સલ કરો છો. મેં તમને જરૂરી કાગળપત્રો આપ્યા હતા. પહેલી વાત તો એ કે તમારે મને વીઝા જ નહોતા આપવા. એક મહિના બાદ તમને કાયદાનું ભાન કેમ થાય છે? આમ પણ હવે UK કોણ જાય છે? ત્યાં હિંસા ફાટી નીકળી છે. ભારત સરકારે પણ લોકોને ચેતવણી આપી છે કે UK ન જવું. એથી એવું કંઈ નથી કે હું કંઈ ગુમાવીશ, પરંતુ યુનાઇટેડ કિંગડમની સરકારે ખોટું કર્યું છે. હું કાયદાનું પાલન કરનાર નાગરિક છું. હું દરેક દેશના કાયદાનું અનુસરણ કરું છું.’