ગઈ કાલે ફાધર્સ ડે નિમિત્તે તેણે ડૅડીને યાદ કર્યા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સંજય દત્ત પોતાને ભાગ્યશાળી માને છે કેમ કે તેના પિતા સુનીલ દત્ત છે. ગઈ કાલે ફાધર્સ ડે નિમિત્તે તેણે ડૅડીને યાદ કર્યા હતા. સંજય દત્તે એક કોલાજ ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે તેના પિતા સુનીલ દત્ત, મોટી દીકરી ત્રિશલા, ઈકરા અને શહરાન સાથે દેખાઈ રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘આઇ લવ યુ ડૅડ. મારા માટે, અમારા ફૅમિલી માટે તમે જે પણ નાનામાં નાની બાબતો કરી એ બદલ થૅન્ક યુ. તમે હંમેશાં મારા માટે સ્ટ્રેંગ્થ, ગર્વ અને પ્રેરણાનો સ્રોત રહેશો. હું ભાગ્યશાળી છું કે હું તમારો દીકરો છું. તમે મારા માટે બેસ્ટ રોલ મૉડલ રહેશો. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે હું તમારા જેવો પેરન્ટ બની શકું. હું પોતાને અને તમામ પિતાઓને હૅપી ફાધર્સ ડે કહેવા માગું છું.’

