સંજય દત્ત ચાર્ટર્ડ પ્લેનમાં ખજૂરાહો પહોંચ્યો હતો અને ત્યાંથી યાત્રામાં જોડાઈને ઝાંસીમાં પ્રવેશ્યો હતો
ગઈ કાલે આ યાત્રામાં સંજય દત્ત પણ જોડાયો હતો
મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રા ગઈ કાલે મધ્ય પ્રદેશ બૉર્ડરથી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં દેવરી ગામે પહોંચી હતી. ગઈ કાલે આ યાત્રામાં સંજય દત્ત પણ જોડાયો હતો. સંજય દત્ત ચાર્ટર્ડ પ્લેનમાં ખજૂરાહો પહોંચ્યો હતો અને ત્યાંથી યાત્રામાં જોડાઈને ઝાંસીમાં પ્રવેશ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ગુરુજી મારા નાના ભાઈ છે. જો તેઓ મને કહેશે કે ઉપર જવાનું છે તો હું ઉપર પણ જતો રહીશ. આ દેશ એક છે, બધા એક છે. આ આપણું પ્રેમાળ હિન્દુસ્તાન છે.’
યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. ૨૧ નવેમ્બરે શરૂ થયેલી યાત્રા ૨૯ નવેમ્બરે પૂરી થશે, જેમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ૧૬૦ કિલોમીટર ચાલશે.