Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક ફિલ્મમાં સંજય દત્ત, મિથુન, સની દેઓલ અને જૅકી શ્રૉફ... ફર્સ્ટ લૂક થયો જાહેર

એક ફિલ્મમાં સંજય દત્ત, મિથુન, સની દેઓલ અને જૅકી શ્રૉફ... ફર્સ્ટ લૂક થયો જાહેર

09 November, 2022 08:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

80 અને 90ના દાયકામાં મોટા પડદા પર રાજ કરતા ચારેય સિતારા સાથે આવી રહ્યા છે. મેકર્સે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે, જેની ચર્ચા દૂર દૂર સુધી થઈ રહી છે.

તસવીર સૌજન્ય સંજય દત્તનું ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય સંજય દત્તનું ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ


80ના દાયકાનું રીયૂનિયન (Reunion) મોટા પડદા પર ફરી એકવાર જોવા માટે તૈયાર થઈ જાઓ, કારણકે આવી રહી છે ચાર વેટરન એક્ટર્સની (Vetran Actors) જબરજસ્ત જોડી. એક્શન થ્રિલર ફિલ્મ (Action Thriller Film) માટે સની દેઓલ (Sunny Deol), જૅકી શ્રૉફ (Jackie Shroff), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને સંજય દત્ત (Sanjay Dutt) સાથે આવી રહ્યા છે. ફિલ્મનું શૂટ શરૂ થઈ ચૂક્યું છે. જો કે, અત્યાર સુધી ફિલ્મનું નામ રિવીલ કરવામાં આવ્યું નથી. 80 અને 90ના દાયકામાં મોટા પડદા પર રાજ કરતા ચારેય સિતારા સાથે આવી રહ્યા છે. મેકર્સે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે, જેની ચર્ચા દૂર દૂર સુધી થઈ રહી છે.


સંજય દત્તે શૅર કર્યો ફર્સ્ટ લૂક
સંજય દત્તે ચારેયનો પહેલો લૂક શૅર કરતા કૅપ્શનમાં લખ્યું, "બાપ ઑફ ઑલ ફિલ્મ્સ. શૂટ ધમાલ, દોસ્તી બેમિસાલ" કેમેરામાં બધા સાથે ખૂબ જ ઇન્ટેન્સ લૂક આપતા જોવા મળે છે. પહેલા વાત કરીએ મિથુન ચક્રવર્તીના લૂકની તો આમાં જોઈ શકાય છે કે એક્ટરે હાફ સ્લીવ્ઝનું લેધર જેકેટ પહેર્યું છે. કૅપ લગાડી છે. માથા પર તિલર કર્યું છે. ગળામાં મફ્લર નાખેલું છે. બીજા લૂકની વાત કરીએ તો તે સની દેઓલનું છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)


સની દેઓલે ઑરેન્જ અને વ્હાઈટ કેદી ડ્રેસ પહેર્યો છે. લાંબા વાળ છે અને માથા પર વ્હાઈટ પટ્ટી બાંધી રાખી છે. ઘણો ઇન્ટેન્સ લૂક સનીનો દેખાઈ રહ્યો છે. શર્ટ પર કેદી નંબર 22 પણ લખેલું છે. એટલે કે સની દેઓલ ફિલ્મમાં એક કેદીના રોલમાં દેખાશે. ડ્રેસ જોઈને એ તો ખબર પડી રહી છે. ત્રીજો લૂક સંજય દત્તનો છે, જેમણે સનીના ખભા પર હાથ મૂક્યો છે. બ્રાઉન જેકેટ અને બ્લેક પ્લેન ટી શર્ટ અને જીન્સમાં એક્ટરના ચહેરા પર ટશન દેખાય છે.


આ પણ વાંચો : ઓમ શાંતિ ઓમના 15 વર્ષ, કેમ શાહરુખને શર્ટલેસ થતો જોઈ ફરાહને થતી ઊલ્ટીઓ?

ચોથો અને છેલ્લો લૂક જૅકી શ્રૉફનો છે. ગળામાં સ્કાર્ફ. ખાખી પ્રિન્ટ જેકેટ. હાઈ હીલ્સ લેધર શૂઝ અને ટપોરી લૂકમાં જૅકી શ્રૉફ દેખાઈ રહ્યા છે. જેકીએ પોતાનો જમણો હાથ, સંજય દત્તના ખભા પર મૂક્યો છે. આ પ્રૉજેક્ટ વિશે જૅકી શ્રૉફે અમુક મહિના પહેલા જણાવ્યું હતું. ચારેય એક્ટર્સની તસવીર શૅર કરતા જૅકીએ લખ્યું હતું કે જ્યાં ચાર યાર મળી જાય, અરે ચોથો ક્યાં છે ભિડુ. તુમ તો પહેલે હી દિન બંક કરકે બેઠે હો. પાજી, કહાં હો યાર તુમ? તે સમયે પણ આ પ્રૉજેક્ટને લઈને ઘણું બઝ બનેલું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને ઝી સ્ટૂડિયોઝ સાથે અહમેશ ખાન પ્રૉડ્યૂસ કરશે. આ ફિલ્મ બન્નેની કોલાબરેશન ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2022 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK