તેમના અવસાનને ૧૯ વર્ષ પસાર થઈ ગયાં છે. તેમનો જૂનો ફોટો સંજય દત્તે શૅર કર્યો છે.
સુનીલ દત્ત
ગઈ કાલે સુનીલ દત્તની ડેથ-ઍનિવર્સરીએ તેમને યાદ કરીને સંજય દત્ત ઇમોશનલ થયો હતો. ૨૦૦૫ની પચીસ મેએ સુનીલ દત્તનું હાર્ટ-અટૅકને કારણે અવસાન થયું હતું. તેમના અવસાનને ૧૯ વર્ષ પસાર થઈ ગયાં છે. તેમનો જૂનો ફોટો સંજય દત્તે શૅર કર્યો છે.
સુનીલ દત્ત અને સંજય દત્તે ૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ MBBS’માં સાથે કામ કર્યું હતું. એમાં તેઓ પિતા-પુત્રના રોલમાં દેખાયા હતા. એ ફિલ્મનો એક સીન પણ સંજય દત્તે શૅર કર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી, ‘તમારી યાદોને અને પ્રેમને સાચવીને રાખ્યાં છે. ડૅડી, તમે મારી લાઇફના માર્ગદર્શક છો. તમને દરરોજ યાદ કરું છું.’

