ફિનલૅન્ડ જઈને નૉર્ધન લાઇટ્સનો અદ્ભુત નજારો માણ્યા પછી સંજય દત્તે કહ્યું...
સંજય દત્ત હાલમાં ફિનલૅન્ડમાં પોતાની પત્ની માન્યતા અને બે બાળકો દીકરા શાહરાન અને દીકરી ઇકરા સાથે રજાઓ માણી રહ્યો છે
ઍક્ટર સંજય દત્ત હાલમાં ફિનલૅન્ડમાં પોતાની પત્ની માન્યતા અને બે બાળકો દીકરા શાહરાન અને દીકરી ઇકરા સાથે રજાઓ માણી રહ્યો છે. તે પોતાના આ પ્રવાસ દરમ્યાન કેટલાક ભારતીયોને પણ મળ્યો અને તેમની સાથે ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના નાદ કર્યા.
ફિનલૅન્ડમાં સંજય દત્ત અને તેના પરિવારે નૉર્ધર્ન લાઇટ્સ જોવાનો અનુભવ કર્યો. નૉર્ધર્ન લાઇટ્સ આકાશમાં વિવિધ રંગો દર્શાવતું એક અનોખું દૃશ્ય છે જે સૂર્યના ચાર્જ્ડ કણો અને પૃથ્વીના વાતાવરણ વચ્ચેની પ્રક્રિયાથી સર્જાય છે.
ADVERTISEMENT
સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પર એક વિડિયો અને તસવીરો શૅર કરીને લખ્યું છે કે ‘ભોલેનાથની ઉપસ્થિતિની કોઈ સીમા નથી. ફિનલૅન્ડમાં ભારતીયોને મળવું, નૉર્ધર્ન લાઇટ્સનો જાદુ અને પરિવારનો પ્રેમ, આથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. જય ભોલેનાથ.’

