અનિરુદ્ધ રૉયે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજના સંઘીએ કૅપ્શન આપી હતી
પંકજ ત્રિપાઠી સાથેની ફિલ્મનું શૂટિંગ પૂ રું કર્યું સંજનાએ
સંજના સંઘીએ પંકજ ત્રિપાઠી સાથેની એક અનટાઇટલ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. સંજનાએ ટીમ સાથે અને પંકજ ત્રિપાઠી સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. અનિરુદ્ધ રૉયે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજના સંઘીએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ અ રૅપ. આ લાગણીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ કહેવાનો પ્રયાસ તો કરવો જ પડે. છેલ્લા થોડા મહિનાથી રિતેશ શાહે લખેલી આ અદ્ભુત સ્ટોરી પર કામ કરી રહી હતી. મને દરરોજ યાદ કરવું પડતું હતું કે હું શું કામ કરું છું અને શું કરી રહી છું?
અનિરુદ્ધ રૉય, મને લાઇફના પ્રેમમાં પાડવા બદલ આભાર. દરેક વસ્તુ ગ્રેટ હતી, પરંતુ તમારી સાથે એ બધું વધુ શ્રેષ્ઠ બની ગયું. દરેક વખતે તમે મને માર્ગદર્શન આપ્યું. તમે મારા માટે મોટી ગિફ્ટ છો.
ADVERTISEMENT
પંકજ ત્રિપાઠી, તમે મારા રીલ ફાધરનો રોલ કર્યો છે, પરંતુ એક રિયલ ફાધરની જેમ જ તમે વર્તન કર્યું છે. મને સંભાળવા બદલ, મને સુધારવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ તમારો આભાર. તમારી સ્કિલ અદ્ભુત છે, તમારું દિલ ખૂબ સુંદર છે.
આ પણ વાંચો : પંકજ ત્રિપાઠી સાથે દેખાશે સંજના સાંઘી?
પાર્વતી, એવું લાગતું હતું કે આ યુનિયન બનવાની જરૂર હતી. તું ખૂબ સ્પેશ્યલ છે.
વિરાફ સફારી અને ઇન્દ્રાણી મુખરજી, તમારી સાથે સેફ્ટી નેટ જેવું લાગતું હતું. તમે ખરાં રૉકસ્ટાર છો. તમે મારા પર વિશ્વાસ કર્યો એ બદલ આભાર.
જોગી ફિલ્મ કાસ્ટિંગ, મને આ ફિલ્મમાં સાક્ષીનો રોલ આપવા માટે મારા પર ભરોસો મૂક્યો એ બદલ આભાર. તેનો રોલ કરવો મારા માટે સંતુષ્ટિ આપનારી ચૅલેન્જ હતી.
આખી ડિરેક્શન અને પ્રોડક્શનની ટીમ સાથે યાદ બનાવી છે. આ ફિલ્મ બનાવતી વખતે ખૂબ મજા આવી.’