આ ગિફ્ટમાં શૂઝ અને સનગ્લાસિસનો સમાવેશ થાય છે. તેઓ ફારાહ ખાનના ઘરે મળ્યાં હતાં. એમસી વિનર થયો ત્યાર બાદ ફારાહે તેના ઘરે પાર્ટી રાખી હતી
સાનિયા મિર્ઝાએ ૧.૨૧ લાખની ગિફ્ટ આપી એમસી સ્ટૅનને
સાનિયા મિર્ઝાએ હાલમાં જ ‘બિગ બૉસ 16’ના વિનર એમસી સ્ટૅનને ૧.૨૧ લાખની ગિફ્ટ આપી છે. આ ગિફ્ટમાં શૂઝ અને સનગ્લાસિસનો સમાવેશ થાય છે. તેઓ ફારાહ ખાનના ઘરે મળ્યાં હતાં. એમસી વિનર થયો ત્યાર બાદ ફારાહે તેના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં એમસી અને સાનિયા પહેલી વાર મળ્યાં હતાં. ત્યાર બાદ તેમનો બૉન્ડ સારો બની ગયો હતો. એમસી તેને હવે મોટી બહેન કહીને બોલાવે છે. સાનિયાએ હાલમાં જ તેના માટે ગિફ્ટ મોકલી હતી.
આ ગિફ્ટમાં નાઇકીનાં શૂઝ જેની કિંમત અંદાજે ૯૧ હજાર છે અને બેલેન્સીએગાના સનગ્લાસિસ જેની કિંમત અંદાજે ૩૦ હજાર રૂપિયા છે. આ ગિફ્ટને તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને સાનિયાનો આભાર માન્યો હતો.