હર્ષવર્ધન રાણેએ પોતાના જન્મદિવસ પર પોતાને નવું ઘર ગિફ્ટ કર્યુ છે. અભિનેતાનું આ નવું ઘર કેમ્પર વૅન(Campervan)છે. જાણો ક્યાં સુધી અભિનેતા રહેશે આ ઘરમાં.
હર્ષવર્ધન રાણે
`સનમ તેરી કસમ` (Sanam Teri Kasam)ફિલ્મથી લોકપ્રિય બનેલા અભિનેતા હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane)નો પ્રકૃતિ અને રસ્તા પરના જીવન પ્રત્યેનો પ્રેમ તેમના સોશિયલ મીડિયામાં અવાર-નવાર જોવા મળે છે. અભિનેતાએ ગત રોજ એટલે કે 16 ડિસેમ્બરના રોજ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે તેમણે એક નવું ઘર ખરીદી પોતાની જાતને ભેટમાં આપ્યું છે. પણ એમાં એક મોટુ ટ્વિસ્ટ છે. આપણે જાણીએ કે આ ટ્વિસ્ટ આખરે છે શું?
12 વર્ષ પછી બાળપણનું સપનું સાકાર
ADVERTISEMENT
હકીકતે અભિનેતા હર્ષવર્ધન રાણેએ પોતાના જન્મદિવસ પર પોતાને નવું ઘર ગિફ્ટ કર્યુ છે. અભિનેતાનું આ નવું ઘર કેમ્પર વૅન(Campervan)છે. જી હા, થોડા સમય માટે હર્ષવર્ધન રાણે આ જ કેમ્પર વૅનમાં પોતાનું જીવન જીવશે. મનપસંદ સ્થળોની મુલાકાત લેવા અને કેમ્પર વૅનનો આનંદ માણવા માટે અભિનેતા ખુબ જ ઉત્સાહિત છે. આ કેમ્પર વૅન વાસ્તવમાં તેના બાળપણનું એક સપનું હતું, જે આખરે 12 વર્ષના આયોજન અને 7 મહિનાની મહેનત બાદ સાકાર થયું છે.
આ પહેલા પણ હર્ષવર્ધન ઘણીવાર પોતાની જીપ સાથે આવો પ્રયાસ કરી ચુક્યા છે, અમુક દૂરના સ્થળોએ જઈને કારને પોતાનું ઘર બનાવી તે રહી ચુક્યા છે. તેમના જીવનના આ નવા સ્વપ્ન સાથે તેઓ ખરેખર વિચરતી વ્યક્તિ જેવી લઘુત્તમ જીવનશૈલીને પ્રોત્સાહન આપી રહ્યા છે. અભિનેતાએ વધુ ન્યૂનતમ જીવનશૈલી જીવવાના પ્રયાસમાં તેની આગામી ફિલ્મ `સનમ તેરી કસમ `2 રિલીઝ ન થાય ત્યાં સુધી કૅમ્પર વૅનમાં રહેવાનું જ નક્કી કર્યુ છે.
આ પણ વાંચો: તાપસીનો ખુલાસો-`મારી સાથે ઇંટિમેટ સીન કરતા ડરતા હતા વિક્રાંત અને હર્ષવર્ધન રાણે`
કેમ્પર વૅનમાં રહેનાર ભારતના પ્રથમ અભિનેતા
તેના નવા ઘર સાથે હર્ષવર્ધન રાણે ફેન્સી હાઉસને બદલે કેમ્પર વૅનમાં રહેનાર ભારતના પ્રથમ અભિનેતા બન્યા છે. હોલીવુડમાં ઘણી એવી હસ્તીઓ છે જેમણે રસ્તા પર પોતાનું શ્રેષ્ઠ જીવન જીવ્યું છે, જેમાં શૈલેન વુડલી, વિલ સ્મિથ, સિમોન કોવેલ, એશ્ટન કુચર અને મિલા કુનિસ અને વિન ડીઝલ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે, તે પ્રથમ છે.
તમામ બંધનોથી મુક્ત રહેવા માંગુ છું
આ સંદર્ભે હર્ષવર્ધન રાણેએ કહ્યું, "બીજા દરેકની જેમ, મને પણ સ્વતંત્રતા ગમે છે. તેથી બાળપણથી જ હું ફક્ત અનચેઈન (બંધનથી મુક્ત) રહેવા માંગતો હતો. પ્રકૃતિમાં રહેવાથી મને મારી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને ખુદને ધરતી માતા સાથે જોડવામાં મદદ મળે છે. છેલ્લા 12 વર્ષથી હું એક કેમ્પર વૅન ધરાવવાનું સપનું જોઈ રહ્યો હતો જેમાં હું રહી શકું. તે મને લાંબા સમય સુધી બહાર રહેવામાં મદદ કરશે કારણ કે તેમાં રસોડું, વૉશરૂમ, છત પર સૂવાની જગ્યા, વર્કસ્ટેશન, કપડા અને સ્ટોરેજ બધું જ છે.
આ પણ વાંચો: પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સાઇબરાબાદ પોલીસને સોંપ્યાં હર્ષવર્ધને
અભિનેતાએ ઉમેર્યુ કે "હું ફ્રેશ ફૂડ બનાવી શકીશ અને મારા સમગ્ર દેશમાં સ્થાનિક લોકો સાથે જોડાઈશ તથા તેમના વિશે નવું જાણીશ અને નવું શીખીશ. મારા કેમ્પર વૅનની વિશેષતાઓમાંનું એક એટલે સંપૂર્ણ જિમ (કેલિસ્થેનિક્સ) સેટઅપ છે જે મને મારા શૂટ માટે ફિટ રહેવામાં મદદ કરશે જેથી મારા નિર્દેશકો પણ ખુશ રહે."
હર્ષવર્ધન રાણેના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા આ વર્ષે `તારા Vs બિલાલ` માં જોવા મળ્યા હતા. તેણે સંજય ગુપ્તાના સ્પોર્ટ્સ ડ્રામાનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે બેજોય નામ્બિયારની `ડાંગે`માં કામ કરી રહ્યા છે, જે પછી તે `સનમ તેરી કસમ 2 ` પર કામ શરૂ કરશે.