સમન્થા રૂથ પ્રભુ હવે સલમાન ખાનની હિરોઇન બનવાની હોવાની ચર્ચા છે. સલમાનની હવે ‘ટાઇગર 3’ આવી રહી છે
ફાઇલ તસવીર
સમન્થા રૂથ પ્રભુ હવે સલમાન ખાનની હિરોઇન બનવાની હોવાની ચર્ચા છે. સલમાનની હવે ‘ટાઇગર 3’ આવી રહી છે. ત્યાર બાદ તેની શાહરુખ ખાન સાથેની ‘ટાઇગર વર્સસ પઠાન’ પણ આવવાની છે. આ સાથે જ સલમાન હવે કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મમાં પણ જોવા મળશે છે એવી ચર્ચા છે. શાહરુખ ખાનની ‘જવાન’માં તેની સાથે નયનતારાની જોડી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આથી કરણ હવે એક નવી જોડી લાવી રહ્યો છે. તેની ફિલ્મમાં તે સલમાન સાથે સમન્થાને કાસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે ત્રિષા અને અનુષ્કા શેટ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશે પહેલી વાર ચર્ચા ઑગસ્ટમાં ચાલી હતી. ‘કુછ કુછ હોતા હૈ’નાં ૨૫ વર્ષ બાદ સલમાન અને કરણ જોહર ફરી સાથે કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે અને સાતથી આઠ મહિનાની અંદર એ પૂરું કરવામાં આવશે. સમન્થા હાલમાં વરુણ ધવન સાથેની ઇન્ડિયન ‘સિટાડેલ’ને લઈને વ્યસ્ત છે.